યુક્રેનના સુમી શહેરમાં રશિયાના મિસાઇલ હુમલામાં 34ના મોત, 117 ઘાયલ
યુક્રેનના સુમી શહેરમાં રશિયાના મિસાઇલ હુમલામાં 34ના મોત, 117 ઘાયલ
Blog Article
રશિયાએ રવિવાર, 13 એપ્રિલે યુક્રેનના સુમી શહેર પર કરેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયાં હતાં અને 117 લોકો ઘાયલ થયાં હતાં. લોકો સવારે પામ સન્ડેની ઉજવણી માટે લોકો એકઠા થયાં હતાં ત્યારે બે બેલિસ્ટિક મિસાઇલો ત્રાટક્યા હતાં. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને “ભયાનક ઘટના” ગણાવી હતી. જર્મનીના ભાવિ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે રશિયા પર યુદ્ધ અપરાધ કરવાનો આરોપ મૂક્યો હતો.
યુક્રેનની સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતાં. તેમાં 11 બાળકો સહિત 117 લોકો ઘાયલ પણ થયા હતાં. યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે બે મિસાઇલ હુમલામાં ડઝનબંધ લોકોના મોત થયા છે અને બચાવ પ્રયાસો ચાલુ છે. કાયર લોકો જ આવા હુમલા કરીને સામાન્ય લોકોના જીવ લઈ શકે છે.
યુક્રેનિયન પ્રેસિડેન્શિયલ કાર્યાલયના વડા એન્ડ્રી યર્માકે જણાવ્યું હતું કે આ હુમલામાં શક્ય તેટલા લોકોને મારવાના પ્રયાસમાં ક્લસ્ટર મ્યુનિશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુમી પરનો હુમલો એક સપ્તાહમાં જ બીજો મોટો હુમલો છે. અગાઉ ઝેલેન્સ્કીના વતન ક્રીવરિહ પર 4 એપ્રિલે થયેલા ઘાતક મિસાઇલ હુમલામાં 9 બાળકો સહિત 20 લોકોના મોત થયા હતાં